ઓગસ્ટ 18, 2025 7:50 એ એમ (AM)

printer

ચૂંટણી પંચે બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત 65 લાખ મતદારોના નામ વેબસાઇટ પર અપલોડ કર્યા

ચૂંટણી પંચે બિહારમાં વિશેષ સઘન સુધારા- SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ મતદાર યાદીમાં બાકાત રહેલા 65 લાખ મતદારોની યાદી સત્તાવાર વેબસાઇટ અપલોડ કરી છે. તેમાં ડ્રાફ્ટ યાદીમાં તેમનો સમાવેશ ન થવાનું કારણ પણ જણાવાયું છે.બિહાર ચૂંટણી પંચ કાર્યાલયે એક નોટિસમાં જણાવ્યું છે કે BLO એ રાજકીય પક્ષો, બૂથ-સ્તરના એજન્ટોની મદદથી એવા મતદારોની યાદી તૈયાર કરી છે જેમની ગણતરી સ્લિપ પ્રાપ્ત થઈ નથી. નોટિસમાં વધુમાં જણાવાયું છે કે કોઈપણ અસંતુષ્ટ વ્યક્તિ તેના આધાર કાર્ડની નકલ સાથે પોતાનો દાવો રજૂ કરી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.