ઓક્ટોબર 29, 2025 7:54 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે નાગરિકોના પ્રશ્નોનું સમાધાન કરવા રાષ્ટ્રીય મતદાર સહિત તમામ રાજ્ય-જિલ્લા સ્તરની હેલ્પલાઈન સક્રિય કરી

કેન્દ્રીય ચૂંટણી પંચે નાગરિકોના તમામ પ્રશ્નો અને ફરિયાદોનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય મતદાર હેલ્પલાઇન અને તમામ રાજ્ય અને જિલ્લા સ્તરની હેલ્પલાઇન સક્રિય કરી છે. રાષ્ટ્રીય સંપર્ક કેન્દ્ર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રીય હેલ્પલાઇન તરીકે સેવા આપશે. તે દરરોજ સવારે 8:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી ટોલ-ફ્રી નંબર 1800-11-1950 દ્વારા કાર્યરત છે. કોલનું સંચાલન તાલીમ પામેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જેઓ નાગરિકો અને અન્ય હિસ્સેદારોને ચૂંટણી સેવાઓ અને પ્રશ્નોમાં મદદ કરે છે. ચૂંટણી પંચે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને સમયસર અને સ્થાનિક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે અનુક્રમે પોતાનું રાજ્ય સંપર્ક કેન્દ્ર અને જિલ્લા સંપર્ક કેન્દ્ર સ્થાપિત કરવા માટે સૂચનાઓ જારી કરી છે.