ચૂંટણી પંચે ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ રાષ્ટ્રીય મહાસચિવ અને NCPના પ્રતિનિધિ બ્રિજમોહન શ્રીવાસ્તવના નેતૃત્વમાં પક્ષના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોના પ્રમુખો સાથે ચૂંટણી પંચની ચાલી રહેલી વાતચીતનો એક ભાગ છે. છેલ્લા 150 દિવસમાં કુલ ચાર હજાર 719 બેઠકો યોજાઈ હતી. જેમાં વિવિધ રાજકીય પક્ષોના 28 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
Site Admin | ઓગસ્ટ 13, 2025 9:44 એ એમ (AM)
ચૂંટણી પંચે નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી
