ઓક્ટોબર 19, 2024 7:35 પી એમ(PM)

printer

વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ ઝારખંડના નવા પોલીસ વડા બનશે

વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ ઝારખંડના નવા પોલીસ વડા બનશે.ચૂંટણી પંચે ઝારખંડ સરકારને રાજ્યના કાર્યકારી  પોલીસ મહાનિદેશક  અનુરાગ ગુપ્તાને તાત્કાલિક પદ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. પંચે રાજ્ય સરકારને ગુપ્તાનો ચાર્જ, ડિરેક્ટર જનરલના સ્તરના સૌથી વરિષ્ઠ પોલીસ અધિકારીને સોંપવા જણાવ્યું છે.  આ સાથે રાજ્યમાં તૈનાત ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારીઓની યાદી સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્ય સરકારને સુપરત કરવા સૂચના પણ આપવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય પંચની સૂચનાઓ પર છેલ્લી ચૂંટણીઓમાં શ્રી અનુરાગ ગુપ્તા સામે કરાયેલી કાર્યવાહીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને લીધો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.