ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 19, 2025 9:05 એ એમ (AM)

printer

ચૂંટણી પંચે જણાવ્યું કે, તે ટૂંક સમયમાં મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવા માટે ટેકનિકલ પરામર્શ શરૂ કરશે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, તે ટૂંક સમયમાં મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવા માટે ટેકનિકલ પરામર્શ શરૂ કરશે.આ ટેકનિકલ પરામર્શ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા-UIDAI અને ચૂંટણી પંચના નિષ્ણાતો વચ્ચે થશે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, વિધાનસભા વિભાગના સચિવો અને UIDAI ના CEO સાથે યોજાયેલી બેઠક દરમિયાન લીધો હતો. પંચે કહ્યું કે,તે કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર ચૂંટણી ફોટો ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે કાર્યવાહી કરશે. ભારતના બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.