ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલી અથવા AI-પરિવર્તિત છબી, ઑડિઓ અથવા વિડિઓને, AI-જનરેટ કરેલી સામગ્રી તરીકે લેબલ કરવા જણાવ્યું છે,
પંચે આવી કોઈપણ સામગ્રીને ત્રણ કલાકની અંદર દૂર કરવાનો આદેશ આપ્યો છે. રાજકીય પક્ષોએ AI દ્વારા -જનરેટ કરેલી બધી પ્રચાર સામગ્રીના આંતરિક રેકોર્ડ પણ જાળવવા પડશે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 3:03 પી એમ(PM)
ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી