નવેમ્બર 30, 2025 7:49 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી.

ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે. સુધારેલા જાહેરનામા મુજબ, હવે ફોર્મ ૧૧ ડિસેમ્બર સુધી વિતરણ કરી શકાશે. અગાઉ, આ અંતિમ તારીખ ૪ ડિસેમ્બર હતી. ડ્રાફ્ટ મતદાર યાદી હવે ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત થશે. અંતિમ મતદાર યાદી આવતા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ પ્રકાશિત થશે.
હાલમાં ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે.