ઓક્ટોબર 19, 2025 7:55 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નિરીક્ષણ કરવા નિર્દેશ કર્યો

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નજીકથી નિરીક્ષણ કરવા જણાવ્યું છે જેથી પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ થાય. આઠ વિધાનસભા મતવિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટસિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે.
પંચના જણાવ્યા અનુસાર, બધા નિરીક્ષકોએ તેમના સોંપાયેલા મતવિસ્તારોની પ્રથમ મુલાકાત પૂર્ણ કરી લીધી છે અને હવે તેઓ તેમના સંબંધિત મતવિસ્તારોમાં તૈનાત છે.