ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2025 7:51 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે કહ્યું, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા હજુ પણ દાખલ કરી શકાય

ચૂંટણી પંચે કહ્યું છે કે, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા આજ પછી પણ દાખલ કરી શકાય છે, પરંતુ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ તેનો વિચાર કરવામાં આવશે.
બિહાર મતદાર યાદીના ખાસ સઘન સુધારા પર સુનાવણી દરમિયાન પંચે સર્વોચ્ચ અદાલતમાં આ દલીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે આજથી આગળ આવા દાવા દાખલ કરવાની સમયમર્યાદા લંબાવવાનો કોઈ નિર્દેશ આપ્યો નથી. સર્વોચ્ચ અદાલતે બિહાર રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષને પણ ખાસ સઘન સુધારા હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી મતદાર યાદીમાં ઓનલાઈન દાવા, વાંધા અને સુધારા રજૂ કરવામાં મતદારો અને રાજકીય પક્ષોને મદદ કરવા માટે પેરા-લીગલ સ્વયંસેવકોની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.