ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી મંડળમાં રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ચૂંટણી મંડળના સભ્યોની નવીનતમ યાદી તૈયાર કરવા માટે કમિશન જવાબદાર છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સત્તાવાર સૂચના પછી આ યાદી ચૂંટણી પંચના કાઉન્ટર પર ઉપલબ્ધ થશે. બંધારણના અનુચ્છેદ 324 મુજબ, ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ જવાબદાર છે.
Site Admin | જુલાઇ 31, 2025 8:16 પી એમ(PM)
ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ ઓપ આપ્યો
