ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 18, 2025 8:56 એ એમ (AM)

printer

ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો

ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો છે, જેમાં 1 જાન્યુઆરી 2026 તારીખ માન્ય રહેશે.આસામના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં, પંચે જણાવ્યું હતું કે, સંકલિત ડ્રાફ્ટ મતદાર યાદીના પ્રકાશનની તારીખ આવતા મહિનાની 27મી તારીખ હશે. જ્યારે દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 27 ડિસેમ્બરથી 22 જાન્યુઆરી, 2026 ની વચ્ચે રહેશે. મતદાર યાદીના અંતિમ પ્રકાશનની તારીખ 10 ફેબ્રુઆરી, 2026 હશે.