ચૂંટણી પંચે આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પાસેથી પ્રેસ કોન્ફરન્સમાં બતાવેલ મતદાર ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી છે. તેમની પાસે બે મતદાર ફોટો ઓળખ કાર્ડ હોવાનો આરોપ છે. બિહારના દિઘા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે પત્રકાર પરિષદમાં શ્રી યાદવે બતાવેલ મતદાર ઓળખ કાર્ડ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવ્યું ન હતું.
દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવે બે મતદાર ઓળખ કાર્ડ રાખીને ગુનો કર્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પૂછ્યું કે શું શ્રી યાદવે ચૂંટણી પંચ સમક્ષ ખોટા તથ્યો રજૂ કર્યા છે.
Site Admin | ઓગસ્ટ 4, 2025 9:23 એ એમ (AM)
ચૂંટણી પંચે આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી પાસેથી મતદાર ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી
