ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આ સુધારાનો હેતુ મતદાર યાદીઓને વધુ પારદર્શક અને ભૂલમુક્ત બનાવવાનો છે.
શ્રી કુમારે જણાવ્યું હતું કે, SIR ના બીજા તબક્કામાં 51 કરોડ મતદારોને આવરી લેવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે SIR યોજાનાર તમામ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ આજે રાત્રે મધ્યરાત્રિથી સ્થિર કરાશે. શ્રી કુમારે જણાવ્યું હતું કે, ગણતરી ફોર્મ છાપવાનું અને બૂથ લેવલ અધિકારી-BLO ની તાલીમ આવતીકાલથી શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, ગણતરી પ્રક્રિયા 4 નવેમ્બરથી એક મહિના માટે શરૂ થશે, ડ્રાફ્ટ યાદીઓ 9 ડિસેમ્બરે અને અંતિમ મતદાર યાદીઓ 7 ફેબ્રુઆરીએ પ્રકાશિત કરાશે.
Site Admin | ઓક્ટોબર 27, 2025 7:53 પી એમ(PM)
ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી