ચૂંટણી પંચે આજે કહ્યું કે તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી પાછળ નહીં હટે. કેટલાક લોકોએ બેવડા મતદાનનો આરોપ લગાવ્યો છે, પરંતુ જ્યારે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ કે કોઈ પણ મતદાર આવા ખોટા આરોપોથી ડરતો નથી.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તમામ રાજકીય પક્ષો મતદાર યાદીમાં ભૂલો સુધારવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ખાસ સઘન સમીક્ષા – SIR ઝુંબેશ બિહારથી શરૂ થઈ ગઈ છે અને ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.
ચૂંટણી કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે બિહારના 7 કરોડથી વધુ મતદારો ચૂંટણી પંચ સાથે ઉભા છે, ત્યારે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવી શકાય નહીં.