સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે સૂચિત સમયપત્રક અનુસાર પહેલી ઓગસ્ટના રોજ બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરવાથી રોકવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયમૂર્તિ સૂર્યકાંતને મુખ્ય ન્યાયાધીશ સાથે વહીવટી બેઠકમાં ભાગ લેવા જવાનું હોવાથી ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી સાથેની ખંડપીઠે વિગતવાર સુનાવણી કરી ન હતી.
જો કે, તેમણે અરજદારોને ખાતરી આપી હતી કે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવામાં આવશે અને વકીલોને આવતીકાલ સુધીમાં દલીલો માટે જરૂરી અંદાજિત સમય દર્શાવવા જણાવ્યું હતું.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી હાજર રહેલા વકીલ ગોપાલ શંકરનારાયણને અદાલતને ચૂંટણી પંચને મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરતા અટકાવવાની વિનંતી કરી હતી અને દલીલ કરી હતી કે તેનાથી આશરે 4.5 કરોડ મતદારોને અસુવિધા થઈ શકે છે.
Site Admin | જુલાઇ 28, 2025 7:53 પી એમ(PM)
ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરતું રોકવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર
