ભારતીય ચૂંટણી પંચ (ECI)એ દેશના વિવિધ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે 320 IAS અને 60 IPS અધિકારીઓ સહિત કુલ 470 અધિકારીઓને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે તૈનાત કરવામાં આવશે.તેઓ દરેક મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે અને જરૂરી સુધારા માટેના મત વિસ્તારને ઓળખી સુધારની કાર્યની ભલામણો કરશે.ECIએ જણાવ્યું કે નિરીક્ષકો માત્ર મુક્ત, ન્યાયી, પારદર્શક અને સમાવિષ્ટ ચૂંટણીઓ યોજવાના તેના બંધારણીય આદેશને પૂર્ણ કરવામાં ચૂંટણી પેનલને મદદ કરશે નહીં પરંતુ મતદારોની જાગૃતિ અને ચૂંટણીમાં ભાગીદારી વધારવામાં પણ ફાળો આપશે.બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ અને વિવિધ રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટા ચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ નિરીક્ષકોમાં જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોનો સમાવેશ થશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 8:46 એ એમ (AM)
ચૂંટણી પંચ,દેશમાં આગામી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે 320 IAS અને 60 IPS કેન્દ્રીય નિરીક્ષકોની નિયુક્ત કરશે
