ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 30, 2025 8:03 પી એમ(PM) | ચૂંટણી

printer

ચૂંટણી અધિકારીઓની એક ટુકડી આજે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને પહોંચી હતી

ચૂંટણી અધિકારીઓની એક ટુકડી આજે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને પહોંચી હતી. શ્રી માનના ઘરેથી રોકડ રકમના કથિત વિતરણ અંગેની ફરિયાદ મળતા ચૂંટણી અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. દરમિયાન એક અધિકારીએ માધ્યમોને જણાવ્યું કે, ચૂંટણી પંચની સી-વિજિલ એપ્લિકેશન પર પૈસાના વિતરણની ફરિયાદ મળતાં ફ્લાઈંગ સ્ક્વૉડની ટુકડી તપાસ માટે આવી હતી.
દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, તેમણે આવી કોઈ કાર્યવાહીનો આદેશ આપ્યો નથી. આ મામલો સી-વિજિલ એપ્લિકેશન પરની ફરિયાદ સાથે જોડાયેલો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણી પંચ એજન્સીઓના કામમાં દખલગીરી નથી કરતું.