બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આજે યોજાયો છે. આ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. સવારે સાત વાગ્યે શરૂ થયેલુ મતદાન સાંજે છ વાગ્યા સુધી યોજાશે. સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે.સમગ્ર દેશ ઉપર જેની નજર છે એવી બિહાર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. કડક સલામતીની વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું છે.પટના, વૈશાલી, નાલંદા, ભોજપુર, મુંગેર, સારણ, સિવાન, બેગુસરાય, લખીસરાય, ગોપાલગંજ, મુઝફ્ફરપુર, દરભંગા, માધેપુરા અને સહરસાનો આ તબક્કાના મતદાનમાં સમાવેશ થાય છે.મતદાન સવારે ૭ વાગ્યાના ટકોરે શરૂ થઇ ગયું છે અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. જોકે, સુરક્ષા કારણોસર, સિમરી બખ્તિયારપુર, મહિશી, તારાપુર, મુંગેર, જમાલપુર અને સૂર્યગઢ વિધાનસભા ક્ષેત્રના ૫૬ મતદાન મથકોમાં મતદાન સાંજે ૫ વાગ્યે પૂર્ણ કરી દેવાશે.મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 6, 2025 9:32 એ એમ (AM)
ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે બિહારની 121 વિધાનસભા બેઠકો માટેનુ પ્રથમ તબક્કાનું મતદાન શરૂ