સમગ્ર રાજ્યમાં ગઇકાલે મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે તાજીયા જુલુસના રૂટ ઉપર પેટ્રોલિંગ દરમિયાન પોલીસ બંદોબસ્તનુ અને તાજીયા ઠંડા કરવાના કુંડની વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યુ હતું. અમદાવાદ શહેર તાજીયા કમિટિ દ્વારા, સીદી સૈયદની જાળી વિજળી ઘર પાસે તાજીયા જુલુસ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ. મલિકનું સન્માન કરવામાં આવ્યું. શહેરના મેયર, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ તથા અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો ઊપસ્થિતમાં આ સંમાન કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે બોટાદ શહેરમાં પણ પોલીસના ચુસ્ત બંદબસ્ત વચ્ચે આ જુલુસ સંપન્ન થયું હોવાનું બોટાદ શહેરના ડીવાયએસપી મહર્ષિ રાવલે કહ્યું હતું.છોટાઉદેપુરમાં મોહરમ પર્વની ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ બિરાદરોએ હઝરત ઈમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં તાજિયા જુલૂસનું આયોજન કર્યું. આ જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.જોકે આણંદ જિલ્લાના ઉચેરી ગામે તાજીયાના જુલુસ અગાઉની કતલની રાત્રી દરમિયાન તાજીયા જુલુસ નિમિત્તે તાજીયા પસાર કરાવવા માટે વીજ વાયરને ઉચો કરવા જતા બે યુવાનોના મોત થયા હતા.
Site Admin | જુલાઇ 7, 2025 9:05 એ એમ (AM)
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુસ્લિમ બિરાદરોના માતમના તહેવાર મહોરમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન