એપ્રિલ 17, 2025 9:30 એ એમ (AM)

printer

ચીન અને અમેરિકાના ટેરિફનાં વિવાદનાં પગલે વિશ્વના વેપારમાં દોઢ ટકાનો ઘટાડો થવાનું વિશ્વ વેપાર સંસ્થાનું અનુમાન

વિશ્વ વેપાર સંગઠન-WTOએ ટેરિફ વિવાદના કારણે વિશ્વના વેપારમાં દોઢ ટકાનાં ઘટાડાનું અનુમાન જાહેર કર્યું છે. WTOએ જણાવ્યું, આ વર્ષે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફના પરિણામે વૈશ્વિક વેપારમાં ઘટાડો થશે. WTOએ વર્ષ 2025 અને 2026 માટે તેના વેપાર અનુમાન જાહેર કરતી વખતે આ વાત કહી.
WTOના ડિરેક્ટર જનરલે એક નિવેદનમાં ચીન-અમેરિકા ટેરિફ વિવાદને ચિંતાજનક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે WTO હાલમાં અંદાજ લગાવે છે કે બંને અર્થતંત્ર વચ્ચેના વેપારમાં 81 ટકાનો ઘટાડો થશે અને સ્માર્ટફોન જેવા ઉત્પાદનો માટે તાજેતરમાં છૂટછાટ ન મળી હોત તો તે ઘટીને 91 ટકા સુધી પહોંચી ગયો હોત..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.