ચીનના ચેન્ગદૂ ખાતે વિશ્વ રમતમાં વુશુ એટલે કે, ચીનના માર્શલ આર્ટમાં ભારતનાં નમ્રતા બત્રા આજે મેદાનમાં ઉતરશે. તેઓ મહિલાઓની 52 કિલો વજન વર્ગની ફાઈનલમાં ચીનનાં મેન્ગ્યૂ ચૅન સામે રમશે. ભારતીય સમય મુજબ, આજે સાંજે પાંચ વાગ્યે મુકાબલો રમાશે.
ગઈકાલે સેમિ-ફાઈનલમાં નમ્રતા બત્રાએ ફિલિપાઈન્સનાં ક્રિઝન ફૅથ કોલાડોને બે—શૂન્યથી હરાવ્યાં. નમ્રતાએ ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતનો વુશુની વિશ્વ રમતમાં પહેલો ચંદ્રક નક્કી થઈ ગયો છે. આ પહેલા ઋષભ યાદવે પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજીમાં કાંસ્ય ચંદ્રક જીતીને આ રમતમાં ભારતનો પહેલો વ્યક્તિગત ચંદ્રક અપાવ્યો.
Site Admin | ઓગસ્ટ 12, 2025 2:22 પી એમ(PM)
ચીનમાં વુશુ રમતની અંતિમ સ્પર્ધામાં આજે ભારતની નમ્રતા બત્રા અને ચીનનાં ખેલાડી વચ્ચે મુકાબલો.
