ઓગસ્ટ 18, 2024 8:42 એ એમ (AM) | બેડમિન્ટન ખેલાડી

printer

ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી.

ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી છે.
શ્યામ બિંદીગનવિલે અંડર-17 કેટેગરીમાં આ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યારે તન્વી પાત્રી અંડર-15 કેટેગરીમાં ટીમનું નેતૃત્વ કરી રહી છે. શાઈના મનિમુથુ અંડર-17 સિંગલ્સ ઉપરાંત આઈક્યા શેટ્ટી સાથે ડબલ્સ પણ રમશે.
ટીમનો ધ્યેય બહુવિધ મેડલ જીતવા અને 2025 વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ માટે મજબૂત પાયો બનાવવાનો છે. ગયા વર્ષે ચીનમાં યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ભારતે એક-એક સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત આવતા વર્ષે જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.