ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે સરહદ મુદ્દા પર ખાસ પ્રતિનિધિઓની 24માં તબક્કાની વાટાઘાટો કરશે.ચીનના વિદેશ મંત્રી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથેની બેઠકમાં સરહદની સ્થિતિ, વેપાર અને ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે આ બેઠકને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું તણાવ ઓછો કરવાની પ્રક્રિયા આગળ વધે તે ખૂબ જરૂરી છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 9:26 એ એમ (AM)
ચીનના વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે આજે સરહદ મુદ્દા પર 24માં તબક્કાની વાટાઘાટો યોજાશે
