નવેમ્બર 10, 2025 7:50 પી એમ(PM)

printer

ચિલીમાં યોજાનારા મહિલા જુનિયર હોકી વિશ્વ કપ માટે સુકાની જ્યોતિ સિંહ સહિત 20 સભ્યોની ટીમની જાહેરાત

હોકી ઇન્ડિયાએ આજે 25 નવેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન ચિલીમાં યોજાનાર આગામી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન મહિલા જુનિયર હોકી વિશ્વ કપ 2025 માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં જ્યોતિ સિંહ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. 20 સભ્યોની ટીમમાં 18 ખેલાડીઓ અને બે વૈકલ્પિક ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતને જર્મની, આયર્લેન્ડ અને નામિબિયા સાથે પૂલ Cમાં મૂકવામાં આવ્યું છે. ટીમને ભારતીય કોચ અને ભૂતપૂર્વ ફિલ્ડ હોકી ખેલાડી તુષાર ખાંડકર તાલીમ આપશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.