ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 9:50 એ એમ (AM)

printer

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ પહેલી એપ્રિલથી પાંચ દિવસની ભારતની મુલાકાતે આવશે.

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ પહેલી એપ્રિલથી ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવશે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે.રાષ્ટ્રપતિ બોરિક પહેલી એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. જેમાં ભારત-ચિલી સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. શ્રી બોરિક ફોન્ટના માનમાં પ્રધાનમંત્રી ભોજન સમારંભ પણ યોજશે. રાષ્ટ્રપતિ બોરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ બોરિક ચિલી પરત ફરતા પહેલા આગ્રા, મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે. મુંબઈ અને બેંગલુરુમાં, તેઓ રાજકીય નેતૃત્વ, વ્યવસાય અને ઉદ્યોગ પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને ટેકનોલોજી પ્રતિનિધિઓને પણ મળશે. ભારત પરંપરાગત રીતે ચિલી સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ચિલી એકમાત્ર દક્ષિણ આફ્રિકાનો દેશ છે જ્યાંથી 1947માં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ખાસ દૂત મોકલવામાં આવ્યો હતો.રાષ્ટ્રપતિ બોરિકની મુલાકાત દરમિયાન, દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ