ચિલીમાં દક્ષિણ અને મધ્યના વિસ્તારોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળવાથી 18ના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિકે દેશના મધ્ય બાયોબાયો અને ન્યુબલ પ્રદેશમાં આપત્તિજનક સ્થિતિ જાહેર કરી છે. આગથી જંગલની જમીનનો નાશ થયો છે અને લગભગ ત્રણ હજાર ઘરો જોખમમાં મુકાયા છે. આગ ઇન્દુરા ગેસ પ્લાન્ટ સુધી પહોંચશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. દક્ષિણ સ્પેનમાં ગઈકાલે બે હાઇ સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરમાં 21ના મોત અને જેમાં 73 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રેલ નેટવર્ક ઓપરેટરના જણાવ્યા અનુસાર, આ ઘટના આદમુઝ શહેર નજીક બની હતી, જ્યારે એક હાઇ સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ત્યારે વિરુદ્ધ દિશામાં આવતી બીજી ટ્રેન તેની સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
Site Admin | જાન્યુઆરી 19, 2026 8:09 એ એમ (AM)
ચિલીના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતા 18ના, જ્યારે સ્પેનમાં ટ્રેન અકસ્માતમાં 21ના મોત