નવેમ્બર 28, 2025 2:54 પી એમ(PM)

printer

ચિંતન શિબિરના બીજા દિવસે આજે ગુજરાતને વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની મળવાની ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી.

વલસાડમાં રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરના બીજા દિવસે આજે ગુજરાતને વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની મળવાની ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધતા કહ્યું, ગુજરાતને આ તક મળી તે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે રમતગમત વિભાગના સામૂહિક કાર્ય, પ્રૅઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાનપદ મળ્યું હોવાનું પણ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.