ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.
આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ છે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી
ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા શ્રી પટેલે અનુરોધ કર્યો છે.
ઉલ્લખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે પ્રતિ મણ એક હજાર 452 રૂપિયા, મગ માટે એક હજાર 753 રૂપિયા, અડદ માટે એક હજાર 560 રૂપિયા તથા સોયાબીન માટે એક હજાર 65 રૂપિયાના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 2:54 પી એમ(PM)
ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.