ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી સુચારૂરૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત થયા છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે બપોરે સંસદ ભવનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓસાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહની કાર્યવાહીઅવિરત રીતે ચાલવા દેવા વિનંતી કરી હતી. બેઠકમાં, નેતાઓલોકસભાની કાર્યવાહી અવિરત ચાલે તે સુનિશ્ચિત કરવા સહમત થયા હતા. આ બેઠકમાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, તૃણમૂલકોંગ્રેસના કલ્યાણ બેનર્જી, તેલુગુ દેશમ પાર્ટીના લવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ, દ્રવિડ મુનેત્ર કઝગમના ટી.આર. બાલુ,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, જનતા દળયુનાઈટેડના દિલેશ્વર કામૈત, રાષ્ટ્રીય જનતા દળના અભય કુશવાહ,શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના અરવિંદ સાવંત અને કે. રાધાકૃષ્ણનેભાગ લીધો હતો. સંસદ ભવન બહાર પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોનામંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ મહિનાની 13 અને 14 તારીખે લોકસભામાં બંધારણના મુદ્દા પર વિશેષ ચર્ચા થશે. તે જ સમયે, આ ચર્ચા રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે થશે. તેમણે કહ્યું કે બેઠકમાં હાજર નેતાઓએ સંસદના બંને ગૃહોનીસુચારૂ કામગીરીમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ તેમણે વિપક્ષી સાંસદોઅને નેતાઓને સંસદની કાર્યવાહીને અવરોધ વિના આગળ વધવા દેવા વિનંતી કરી હતી
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:45 પી એમ(PM)
ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી સુચારૂરૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત
