નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM)

printer

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો GDP વૃદ્ધિ દર 8.2 ટકા ; પ્રધાનમંત્રીએ જીડીપી વૃદ્ધિદરને બિરદાવ્યો.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 8.2 ટકા હતો. ઉત્પાદન, ગૌણ અને તૃતીય ક્ષેત્રોના મજબૂત પ્રદર્શનને કારણે ઝડપી વૃદ્ધિ દર શક્ય બન્યો છે. બીજા ત્રિ-માસિકમાં GDP વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિકમાં 7.8 ટકા અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.6 ટકા હતો.
આ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં વર્તમાન ભાવે દેશનો GDP વૃદ્ધિ દર 8.7 ટકા હતો. દેશના GDPમાં 14 ટકાનું યોગદાન આપતું ઉત્પાદન ક્ષેત્ર બીજા ત્રિ-માસિકમાં 9.1 ટકા વધ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિ-માસિક કરતા 2.2 ટકા વધારે છે.