ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47 ટકાથી વધુ વધી છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાની સફળતાને કારણે છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 31 અબજ ડોલરથી વધીને 133 અબજ ડોલર થયું છે.શ્રી ગોયલે કહ્યું કે સરકારે ભારતને ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. પરિણામે, ભારતમાં મોબાઇલ ઉત્પાદન એકમોની સંખ્યા 300 થી વધુ થઈ ગઈ છે, જ્યારે 2014 માં તેમની સંખ્યા ફક્ત બે હતી. તેમણે કહ્યું કે ભારત હવે મોબાઇલ આયાતકાર નથી, પરંતુ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ છે. શ્રી ગોયલે કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો ઉભી થઈ છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:44 એ એમ (AM)
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47 ટકાથી વધુ વધી
