ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતનું વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.8 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. આ પાંચ ત્રિમાસિકમાં સૌથી વધુ છે. ગયા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં GDP 7.4 ટકા હતો, જ્યારે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તે 6.5 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રથમ ત્રિમાસિકના ડેટા અનુસાર, અગાઉના સમયગાળાની સરખામણીએ GDP 8.8 ટકા વધ્યો છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંદાજોનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે ભારત સુધારાઓ દ્વારા સંચાલિત વૈશ્વિક વિકાસ એન્જિન છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ આંકડા ઉત્તમ છે.
એસોચેમના પ્રમુખ સંજય નાયરએ કહ્યું કે આ ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર મજબૂતાઈ અને સ્થિરતા દર્શાવે છે. આ આંકડા અસરકારક નીતિગત પગલાં અને સ્થાનિક માંગ બંનેને પ્રતિબિંબિત કરે છે. પંજાબ-હરિયાણા-દિલ્હી વેપારી મહામંડળના પ્રમુખ હેમંત જૈને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રે વિકાસની ગતિ જાળવી રાખી છે. આ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ દેશની સતત પ્રગતિ દર્શાવે છે. વેપાર-ઉદ્યોગ મહાસંઘના મહાનિયામક જ્યોતિ વિજે જણાવ્યું હતું કે આ મજબૂત વૃદ્ધિ એવા સમયે થઈ છે જ્યારે દેશ ગંભીર વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યો છે.
Site Admin | ઓગસ્ટ 30, 2025 7:52 પી એમ(PM)
ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિકમાં ભારતનું GDP 7.8 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ
