ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 9, 2024 7:41 પી એમ(PM) | bengluru | MSME | Nirmala Sitharaman

printer

ચાલુ નાણાંકીય વર્ષમાં MSMEને છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક અપાયો

કેન્દ્ર સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો–MSMEને ચાલુ નાણાંકીય વર્ષમાં પોણા છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બેંગલુરૂમાં યોજાયેલા MSME અંગેના ખાસ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, MSME માટે 100 કરોડ રૂપિયાનું ચોક્કસ મુદ્દત માટેનું ધિરાણ આપવા અંગેની નવી ધિરાણ બાંહેધરી યોજના ટૂંક સમયમાં મંત્રીમંડળ સમક્ષ રજૂ કરાશે. આ યોજનામાં ત્રીજા પક્ષની બાંહેધરી વિના MSME ને ધિરાણ આપવાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે, MSME ને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે GEM પોર્ટલ દ્વારા કરાતી ખરીદીમાં 25 ટકા ખરીદી MSME પાસેથી ફરજિયાત કરવાનો નિયમ બનાવ્યો છે.