રાજ્યમાં ગત ચાર વર્ષમાં 120થી વધુ યુવાન સફળ ઉદ્યોગસાહસિક બન્યા છે. સત્તાવાર યાદી મુજબ, આ સમયગાળામાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કરીને એક હજારથી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગસાહસિકતાની તાલીમ પણ અપાઈ છે.
સત્તાવાર યાદી મુજબ, રાજ્ય સરકારના ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો આત્મનિર્ભર બની રહ્યા છે. તેમની તાલીમ માટે રાજ્યભરમાં 42 જેટલા કૌશલ અદ્યતન કેન્દ્ર – SUC અને નવ પ્રાદેશિક કેન્દ્ર કાર્યરત્ છે. વર્ષ 2021-22થી 2024-25 દરમિયાન એક હજાર 300થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય તાલીમ અપાઈ છે. જ્યારે 223 જેટલા લાભાર્થીને રોજગારની તક મળી છે. ડાંગનાં નિવાસી દક્ષાબેન બિરારીએ ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્ર- C.E.D.ની તાલીમ અને સખીમંડળના સહકારથી પોતાની સંસ્થા બનાવી આજે 80 લાખ રૂપિયાથી વધુનો વકરો કરી રહ્યાં છે. જ્યારે વડોદરાનાં તરૂણ વસાવા પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધીને એક કરોડ રૂપિયાનો વકરો કરી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 10, 2025 7:22 પી એમ(PM)
ચાર વર્ષમાં રાજ્યના 120થી વધુ યુવાન સફળ ઉદ્યોગસાહસિક બન્યા