રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ દેશવાસીઓને છઠ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ઉપવાસ રાખનારા તમામ લોકોને શુભેચ્છા પાઠવી આ ચાર દિવસીય તહેવારના ગહન સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ છઠ મૈયાને સમર્પિત એક ભક્તિ ગીત પણ શેર કર્યું, પ્રધાનમંત્રીએ છઠ મૈયાને પ્રાર્થના કરી કે તેઓ દરેક પર અનંત આશીર્વાદ વરસાવે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ તહેવાર સરળતા અને સંયમનું પ્રતીક છે,
શ્રી મોદીએ કહ્યું કે છઠ પર્વ શ્રદ્ધા, પૂજા અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમનો એક અનોખો સંગમ છે. તેમણે કહ્યું કે જ્યારે અસ્ત થતા અને ઉગતા સૂર્યને અર્પણ કરવામાં આવે છે, ત્યારે છઠ ઉત્સવના અર્પણોમાં પ્રકૃતિના વિવિધ રંગોનો પણ સમાવેશ થાય છે.
ગૃહમંત્રી અમિત શાહે સૌને શુભેચ્છાઓ પાઠતા સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે નહાએ-ખાયેની વિધિથી શરૂ થતી છઠ પૂજા પરંપરા, શ્રદ્ધા અને સામાજિક સંવાદિતાનો ઉત્સવ છે. તેમણે છઠ મૈયાને બધા લોકોની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
Site Admin | ઓક્ટોબર 25, 2025 1:44 પી એમ(PM)
ચાર દિવસીય છઠ પર્વનો આજથી નહાય-ખાય સાથે પ્રારંભ