બિહારમાં ચાર દિવસીય છઠ પર્વ આજથી નહાય-ખાય સાથે શરૂ થયો છે.
આ તહેવાર સૂર્ય દેવને સમર્પિત છે, જે પ્રકૃતિ અને સ્વચ્છતાની પૂજાનું પ્રતીક છે. પહેલા દિવસે, ભક્તો પવિત્ર સ્નાન કરે છે અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, ભાત અને દૂધીના શાકનું સાદું ભોજન લે છે. તહેવારના બીજા દિવસે, ખરના ની વિધિ કરવામાં આવશે. ખરના પ્રસાદ લીધા પછી, ભક્તો પાણી વિના 36 કલાકનો ઉપવાસ શરૂ કરે છે. સોમવારે, વિવિધ નદીઓ અને જળાશયોના કિનારે સ્થિત છઠ ઘાટ પર અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. મંગળવારે, ભક્તો ચાર દિવસીય છઠ ઉત્સવના સમાપન સાથે, ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશે.
છઠ નિમિતે બજારો ધમધમી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં વપરાતા ફળો, માટીના વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી લોકો છઠ પૂજા ઉજવણીમાં માટે ઘરે જઈ રહ્યા છે.
મુસાફરોની સુવિધા માટે, રેલવેએ મોટી સંખ્યામાં ખાસ ટ્રેનો શરૂ કરી છે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 7:41 એ એમ (AM)
ચાર દિવસીય છઠ પર્વનો આજથી નહાય-ખાય સાથે પ્રારંભ