તાપીમાં 50થી વધુ ગામમાં ચાર દાયકા બાદ ઉકાઈ બંધનું પાણી આવતા ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ પાણીનાં વધામણાં કર્યા હતા. સોનગઢ તાલુકામાં આવેલા આ ગામોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં નદી, નાળા અને તળાવ સુકાઈ જતાં હોવાથી લોકો ઉનાળું પાક લઈ શકતા નથી. જોકે, હવે ઉકાઈ બંધમાંથી પાણી છોડાતા 54 જેટલા ગામની મુશ્કેલીઓ દૂર થશે. હાલમાં 20 જેટલા ગામને પાણી આપવાનું શરૂ કરાયું છે. આ અંગે બંધારપાડાના રહેવાસી રમેશ ગામિતે ખુશી વ્યક્ત કરી હતી
Site Admin | એપ્રિલ 23, 2025 7:53 એ એમ (AM)
ચાર દાયકા બાદ તાપીમાં 50થી વધુ ગામમાં ઉકાઈ બંધનું પાણી આવતાં લોકોએ નવા નીરના વધામણાં કર્યા
