ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રા-૨૦૨૫ દરમિયાન વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ધામીએ જણાવ્યું હતું કે ૨ મેથી શ્રદ્ધાળુઓ બાબા કેદાર અને કેદારનાથ ધામના દર્શન કરી શકશે. ચાર ધામ યાત્રા-૨૦૨૫ માટે નોંધણી પણ ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને વિદેશી નાગરિકો માટે ખાસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વીસ મફત નોંધણી કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે. વાર્ષિક યાત્રા માટે શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે ઉત્તરાખંડ સરકારે વ્યાપક વ્યવસ્થા કરી છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર સ્થળોના દર્શન કરવા આવે છે. મુખ્યમંત્રીએ ચાર ધામ યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાના નિર્દેશો આપ્યા છે.
Site Admin | એપ્રિલ 29, 2025 9:31 એ એમ (AM)
ચારધામ યાત્રાનો આવતીકાલથી આરંભ – ઉત્તરાખંડના મુખ્યમંત્રી દ્વારા વ્યવસ્થાની સમીક્ષા કરાઇ