દિવાળીના તહેવારો આવતાની સાથે ફટાકડાં ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ અંતર્ગત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેના અંતર્ગત રાજ્ય સરકારે વિદેશ તેમજ ચાઇનીઝ ફટાકડાની આયાત તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.એટલું જ નહીં, દિવાળીના તહેવારોમાં રાત્રિના 8 થી 10 દરમિયાન ફટાકડાં ફોડી શકાશે, જ્યારે જાહેર જગ્યાઓ પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લદાયો છે. આવા ફટાકડાંનું ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ વેચાણ થઈ શકશે નહીં.ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ માન્ય રખાયેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 9:45 એ એમ (AM)
ચાઇનિઝ ફટાકડાના પ્રતિબંધ સાથે દિવાળીના તહેવારોમાં રાત્રિના 8થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવા માટેની માર્ગદર્શિકા જાહેર
