ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 8:15 પી એમ(PM)

printer

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે.
દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકાસ્પદ કેસ મળી આવતા આ વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગરમાં આજે આરોગ્ય વિભાગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સંબંધિત જિલ્લાઓમાં સર્વેલન્સ હાથ ધરવા આદેશ અપાયો છે.
આ ઉપરાંત જે બાળકો શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસના દર્દીઓ છે તેની યોગ્ય સારવાર આપવાની પણ સૂચના આરોગ્ય વિભાગે સંબધિત જીલ્લાઓને આપી છે.