સપ્ટેમ્બર 21, 2024 7:27 પી એમ(PM)

printer

ચાંગા યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરતી નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય મેળવ્યો

ચાંગા યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરતી નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલા ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ સુવર્ણ ચંદ્રક મેળવ્યો કર્યો છે. તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તથા કાતા ફાઈટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તુલસી બ્રહ્મભટ્ટ હાલ ચાંગા યુનિવર્સિટી, આણંદ ખાતે બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને છેલ્લા આઠ વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહી છે. તુલસીએ કરાટેના માધ્યમ થકી યુવતીઓને સ્વ-બચાવ શીખવા માટે ખાસ અપીલ કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.