ગંભીર ચક્રવાત વાવાઝોડું શક્તિ ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ કરતાં ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. ત્યારબાદ, તે રિકર્વ થઈને પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડશે.આવતીકાલે સવાર સુધીમાં તે નબળું પડીને ‘ડીપ ડિપ્રેશન’ માં ફેરવાય તેવી શક્યતા છે, જેમાં પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક થવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.આ ચક્રવાતની અસર વરસાદ સ્વરૂપે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વર્તાઇ રહી છે. ગઇકાલે મોડીરાત્રે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંના અહેવાલ સાંપડી રહ્યાં છે.
Site Admin | ઓક્ટોબર 6, 2025 9:46 એ એમ (AM)
ચક્રવાત શક્તિ બે દિવસ દરમિયાન નબળુ પડીને હવાના તીવ્ર દબાણમાં પરિવર્તિત થાય તેવી આગાહીના પગલે રાહત