બંગાળની ખાડી પરનું હવાનું નીચું દબાણ આવતીકાલે સવારે ચક્રવાતમાં પરિણમી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા મંગળવારે સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક એક ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે ત્રાટકશે. જેને લઈને આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.કેબિનેટ સચિવ ડૉ. ટી.વી. સોમનાથને ગઈકાલે ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરવા રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC)ની બેઠકની અધ્યક્ષતા કરી. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના મુખ્ય સચિવો અને ઓડિશાના અધિક મુખ્ય સચિવે ચક્રવાત સામે રાહત અને બચાવના પગલા અંગે સમિતિને માહિતી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:05 એ એમ (AM)
ચક્રવાત મોન્થા મંગળવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી શક્યતા