બંગાળની ખાડી પર ત્રાટકેલા ગંભીર ચક્રવાત તોફાન મૉન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં મુશળધાર વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આજે સાંજે કે રાત્રે મચિલી-પટ્ટણમ્ અને
કલિંગ-પટ્ટનમ્ વચ્ચે કાકીનાડા નજીક આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.
ઓડિશામાં, રાજ્યના દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં આજે સવારથી જ ભારે ચક્રવાતી વાવાઝોડાની અસર હેઠળ વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રી મોહનચરણ માઝીએ આજે ભૂવનેશ્વરમાં ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠક યોજી મૉન્થા માટે રાજ્યની તૈયારીઓની મૂલ્યાંકન કરી હતી.
તો, પુડુચેરીનો યાનમ જિલ્લો પણ ચક્રવાતી વાવાઝોડા મૉન્થાની અસર માટે તૈયાર છે. કારણ કે, આજે બપોરથી આ પ્રદેશમાં 70થી 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ ઘણા વૃક્ષ પડી ગયા છે
Site Admin | ઓક્ટોબર 28, 2025 7:51 પી એમ(PM)
ચક્રવાત તોફાન મૉન્થા આજે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી સંભાવના