ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 28, 2025 9:28 એ એમ (AM)

printer

ચક્રવાતી વાવાઝોડા મોન્થા આજે આંધ્રપ્રદેશના દરિયા કિનારેથી 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તેવી શક્યતા

બંગાળની ખાડી પર ઉભું થયેલું ચક્રવાતી વાવાઝોડું મોન્થા ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહયું છે અને ચેન્નાઈથી લગભગ ૪૨૦ કિમી પૂર્વમાં કેન્દ્રિત છે. આજે તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.આ વાવાઝોડું આજે રાત્રે કાકીનાડાની આસપાસ માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે અને પવનની ગતિ ૯૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાકની રહેશે. દરિયાઈ મોજા ૧.૮ થી ૩.૮ મીટર સુધી ઉછળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આ મહિનાની ૨૯ તારીખ સુધી આ સ્થળોની આસપાસ ન જવાની સલાહ આપી છે.પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી, કેન્દ્રીય સહાયની ખાતરી આપી.શ્રી નાયડુએ તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને પુનર્વસન કેન્દ્રોમાં ખસેડવા નિર્દેશ આપ્યો. NDRF અને SDRF ટીમો તૈયાર છે.અધિકારીઓએ નાગરિકોને ઘરની અંદર રહેવા અને સલામતી સલાહનું પાલન કરવા વિનંતી કરી.બંગાળની ખાડી ઉપર રચાયેલું ચક્રવાત મોંથા દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઓડિશા સરકારે તોળાઈ રહેલા વાવાઝોડાને કારણે સર્જાયેલી કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જતાના પગલાં વધાર્યા છે.તંત્રએ ગંજમ અને ગજપતિના દક્ષિણી જિલ્લાઓમાં ફાયર સર્વિસના કર્મચારીઓની નવ ટીમો તૈનાત કરી છે. ગજપતિના પર્વતીય વિસ્તારોમાં સંભવિત ભૂસ્ખલનની આશંકામાં ઓડિશા આપત્તિ ત્વરિત કાર્યવાહી દળ-ODRF, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ-NDRF અને વન વિભાગ તરફથી વધારાની સહાય પણ તૈયાર રાખવામાં આવી છે.