ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 19, 2025 6:19 પી એમ(PM) | ખેડૂતો

printer

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણકલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. આગામી બેઠક ૪ મેનાં રોજ યોજાશે.સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાના28 ખેડૂતસંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક યોજી હતી. આબેઠકમાં પંજાબના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુદિયાં,નાણા મંત્રી હરપાલ સિંહ ચીમા અને કેબિનેટ મંત્રી ચેતનસિંહ જૌરામજરા પણ હાજર રહ્યા હતા.બંને મોરચાઓનું પ્રતિનિધિત્વ જગજીત સિંહ દલેવાલ અનેસરવન સિંહ પંઢેર દ્વારા કરવામાં આવ્યું હતું.