જુલાઇ 8, 2024 7:59 પી એમ(PM) | મનસુખ માંડવીયા

printer

ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાની ખાતરી

કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી તથા પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠાઓમાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
ગઈ કાલે ઘેડ વિસ્તારની મુલાકાત દરમિયાન શ્રી માંડવિયાએ જુનાગઢ જિલ્લાની ઓજત અને મધુવંતી નદીના પાણીથી નુકસાન ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને જાન્યુઆરી સુધીમાં યોજના તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
તેમણે પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામો શહેરોના વિકાસ માટે પાંચ વર્ષની યોજના તૈયાર કરવા પણ સૂચના આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.