રાજ્યભરમાં ગઇકાલથી મતદારયાદીની ખાસ સઘન સુધારણા-SIR કામગીરીનો પ્રારંભ થયો છે. આગામી ચાર ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈ મતદારોનો સરવે કરાશે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર્સ- BLO દ્વારા ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.ગાંધીનગર જિલ્લામાં 13 લાખ 89 હજાર 712 મતદારોને ગણતરી ફોર્મના વિતરણનો પ્રારંભ ગઇકાલથી પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટરે નાગરિકોને આ કામગીરીમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો.સુરતમાં પણ મત ગણતરી પત્રકની વિતરણની કામગીરીનો પ્રારંભ થયો છે. આ કામગીરી માટે બીએલઓને વિશેષ તાલીમ અપાઈ છે. આ અંગે જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ વધુ માહિતી આપી..અમદાવાદ શહેર-જિલ્લાની 21 વિધાનસભા ક્ષેત્રના 62 લાખ 59 હજાર 620 મતદારો માટે કુલ 5 હજાર 524 જેટલા બીએલઓ ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે. BLO દ્વારા ફોર્મ ભરાવતી વખતે મહિલા, અશક્ત નાગરિકો, દિવ્યાંગ અને વડીલોને સુવિધા મળી રહે તે માટે સ્વયંસેવક જૂથોની પણ મદદ લેવાનું આયોજન કરાયું છે.આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ આ કામગીરીનો આરંભ થયો હોવાનું કલેક્ટર અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 5, 2025 10:04 એ એમ (AM)
ઘરેઘરે BLO દ્વારા માહિતી એકત્રિકરણ સાથે સમગ્ર રાજ્યમાં સઘન મતદાર સુધારણા અભિયાનનો આરંભ