ગ્રે માર્કેટ ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ્ય સાથે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – સેબી એક એવી સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહી છે જ્યાં રોકાણકારો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં ફાળવણી થતાં જ શેર વેચી શકે. મુંબઈમાં એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા – AIBI દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, ગઇકાલે સેબીના અધ્યક્ષા માધવી પુરી બુચે જણાવ્યું હતું કે, જો રોકાણકારો ફાળવણી અથવા પ્રી-લિસ્ટિંગ પછી તરત જ તેમના શેર વેચવા માંગતા હોય, તો તેમને યોગ્ય રીતે અને નિયમનકારી રીતે તે તક આપવી યોગ્ય છે. તેમણે ઉમેર્યું હતું કે,જ્યારે સૂચિબદ્ધ સુવિધા સ્થાપિત કરવા માટે હાલમાં બે સ્ટોક એક્સચેન્જ સાથે ચર્ચા ચાલી રહી છે જ્યાં ફાળવણી અને લિસ્ટિંગ વચ્ચેના 3 દિવસ દરમિયાન શેરનો વેપાર કરી શકાય છે. સેબી એક પ્રમાણભૂત IPO ટેમ્પ્લેટ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. શ્રીમતી બુચે જણાવ્યું હતું કે, નિયમનકારે IPO દસ્તાવેજોની સમીક્ષા કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 2:15 પી એમ(PM)
ગ્રે માર્કેટ ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ્ય સાથે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – સેબી એક એવી સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહી છે જ્યાં રોકાણકારો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં ફાળવણી થતાં જ શેર વેચી શકે
