ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 7:43 પી એમ(PM)

printer

ગ્રેટર નોઈડામાં વિશ્વ મુક્કેબાજી કપની ફાઇનલમાં ભારતે 3 સુવર્ણ ચંદ્રક જીત્યાં.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આજે રમાયેલી વિશ્વ બોક્સિંગ કપની ફાઇનલમાં ભારતીય બોક્સર અરુંધતી ચૌધરી, પ્રીતિ પવાર, મીનાક્ષી હુડા અને નુપુર શિઓરનએ સુવર્ણ ચંદ્રક જીત્યો.
૭૦ કિલોગ્રામવર્ગ માં અરુંધતી ચૌધરીએ ફાઈનલમાં ઉઝબેકિસ્તાનની અઝીઝા ઝોકિરોવાને ૫-૦થી હરાવી. પ્રીતિ પવારે ૫૪ કિલોગ્રામ વર્ગ માં ઇટાલીની સિરીન ચરાબીને ૫-૦થી હરાવી અને ૪૮ કિલોગ્રામ વર્ગ માં, મીનાક્ષી હુડાએ ઉઝબેકિસ્તાનની ફોઝિલોવા ફરઝોનાને ૫-૦થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું.
નુપુર શિઓરન ૮૦ થી વધુ કિલોગ્રામ વર્ગમાં માં ઉઝબેકિસ્તાનની ઓલ્ટિનોય સોટિમ્બોએવાને હરાવી ચોથો સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતીય પુરુષ બોક્સરોએ આજે તેમના અંતિમ મુકાબલા હારી જતા ચાર રજત ચંદ્રક જીત્યા.